Talati Result 2023: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તારીખ 07-05-2023ના રોજ જાહેરાત ક્રમાંક 10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી મંત્રી)ની પરીક્ષાનું આયોજન ગુજરાત રાજ્યના જીલ્લાઓના વિવિધ સેન્ટરો ખાતે કરવામાં આવ્યું હતું.
GPSSBના ચેરમેન હસમુખ પટેલે ટ્વિટ કરીને કહ્યું કે તલાટી કમ મંત્રીની 3437 જગ્યા માટે અને જુનિયર ક્લાર્કની 1181 જગ્યા માટેનું ફાઈનલ સિલેકટ લિસ્ટ આજરોજ મંડળની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
તલાટી ફાઈનલ રિઝલ્ટ જાહેર
સદર સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોનું પ્રોવિઝનલ રિઝલ્ટ મંડળની વેબસાઈટ https://gpssb.gujarat.gov.in ઉપર મુકવામાં આવેલ હતુ, આજ રોજ એટલે કે તારીખ 11-08-2023ના રોજ સત્તાવાર વેબ સાઈટ પર તલાટી ભરતી ફાઈનલ સિલેકશન લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
તલાટી પરિણામ 2023 જાહેર
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના નોટીફીકેશન ક્રમાંક:-કેપી/૨૦/૨૦૨૧/પીઆરઆર/૧૦/૨૦૧૪/૧૦૬/KH તા.૨૨/૦૭/૨૦૨૧ના જાહેરનામાંથી બહાર પાડવામાં આવેલ ગુજરાત પંચાયત સર્વીસ (કલાસ-ITI), રીક્રુટમેન્ટ (એકઝામીનેશન) રૂલ્સ-૨૦૨૧ની જોગવાઇ મુજબ તથા આ સંવર્ગના પંચાયત વિભાગ ધ્વારા બહાર પાડવામાં આવેલા ભરતી નિયમોને ધ્યાનમાં રાખી તેમજ મંડળની આ સંવર્ગની વિગતવાર જાહેરાતમાં જણાવેલ જોગવાઇઓને આધીન રહીને આ ફાઇનલ સીલેકટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે.
પંચાયત વિભાગના પત્ર ક્રમાંક:-મકમ/૧૫૨૦૨૧/૯૨૫૫ તા૨૭-૧૨-૨૦૨૧થી આપવામાં આવેલા માંગણાપત્રક મુજબ માંગણાપત્રકમાં દર્શાવેલ જિલ્લા પંચાયત વાઇઝ કેટેગરી વાઇઝ, જગ્યાની સંખ્યાને ધ્યાને લઇને આ ફાઇનલ સીલેકટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે.
તલાટી રિઝલ્ટ 2023
આ સંવર્ગની મંડળની જાહેરાત અન્વયે યોજવામાં આવેલી સ્પર્ધાત્મક પરીક્ષા બાદ મંડળ ધ્વારા આખરી કરવામાં આવેલી ફાઇનલ આન્સર કીને આધારે મંડળ ધ્વારા પ્રસિધ્ધ કરાયેલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ અને એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરીફીકેશન અને તે પરત્વેના મંડળના નિર્ણય અનુસાર આ ફાઇનલ સીલેકટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે.
આ ફાઇનલ સીલેકટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, જન્મ તારીખ, જાતિ વિગેરે અંગેના અસલ પ્રમાણપત્રો અને દસ્તાવેજોની ચકાસણી સંબંધિત નિમણુંક સત્તાધિકારી ધ્વારા કરી લેવાની રહેશે અને ત્યાર બાદ જ સંબંધિત ઉમેદવારોને નિમણુંક આપવાની રહેશે.
આ ફાઇનલ સીલેકટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારો પૈકી જો કોઇ ઉમેદવાર સરકારી સેવામાં ફરજ બજાવતા હોય તો તે કિસ્સામાં સામાન્ય વહીવટ વિભાગના પરીપત્ર ક્રમાંકઃ- એઓએ/૧૦૮૮/૩૯૪૦/ગ-૨ તા ૦૮-૧૧-૧૯૮૯ની જોગવાઇ મુજબ ઉમેદવારે હાલના ફરજની કચેરીની સક્ષમ સત્તાધિકારીએ ઇસ્યુ કરેલ “ના વાંધા પ્રમાણપત્ર (NOC)” નિમણુંક સત્તાધિકારીને નિમણૂંક મેળવતા પૂર્વે રજુ કરવાની શરતે આ ફાઇનલ સીલેકટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે.
આ ફાઇનલ સીલેકટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોએ સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તા ૧૩-૦૮-૨૦૦૮ તેમજ તા ૧૮-૦૩-૨૦૧૬ ના ઠરાવ ક્રમાંક- સીઆરઆર-૧૦-૨૦૦૭-૧૨૦૩૨૦-ગ-પ થી નકકી કરેલ અભ્યાસક્રમ મુજબનું કોમ્પ્યુટર બેઝીક જાણકારી અંગેના સરકારશ્રી ધ્વારા નિયત કરેલ કોર્ષના ઉલ્લેખ સાથેનું માન્ય પ્રમાણપત્ર નિમણુંક મેળવતા પૂર્વે નિમણુંક સત્તાધિકારીને રજુ કરવાની શરતે આ ફાઇનલ સીલેકટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે.
તલાટી કટ ઓફ માર્ક્સ (ફાઈનલ સિલેકશન લિસ્ટ)
કેટેગરી | માર્ક્સ |
GENERAL(MALE) | 44.572 |
EWS(MALE) | 41.062 |
SEBC(MALE) | 41.112 |
SC(MALE) | 40.738 |
ST(MALE) | 30.632 |
PwBD ‐ A Category | 14.434 |
PwBD ‐ C Category | 18.218 |
EX‐SERVICEMEN | 13.282 |
કેટેગરી | માર્ક્સ |
GENERAL(FEMALE) | 36.944 |
EWS(FEMALE) | 33.090 |
SEBC(FEMALE) | 41.112 |
SC(FEMALE) | 34.102 |
ST(FEMALE) | 27.162 |
PwBD ‐ B Category | 13.372 |
PwBD ‐ D Category | 14.444 |
Talati Result 2023 | અહીં ક્લિક કરો |
જુનિયર ક્લાર્ક પરિણામ 2023 | અહીં ક્લિક કરો |
No comments:
Post a Comment
Thanks for comment